Wed,16 September 2026,2:23 pm
Print
header

વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ

  • Published By
  • 2026-09-01 17:58:05
  • /
  • ભૂતકાળમાં સિન્ડિકેટ બેઠકમાં સ્પષ્ટ ઠરાવ કરાયો હતો કે આ ગ્રાઉન્ડ માત્ર રમત-ગમત માટે જ ઉપયોગમાં લેવાશે
  • નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

વડોદરા: પીએમ મોદીના કાર્યક્રમને લઇને એમ એસ યુનિવર્સિટીના યુનિયન પેવેલિયન (સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ)ની ફાળવણી કરવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટી પ્રશાસનના આ નિર્ણય સામે સેનેટ સભ્ય કપિલ જોશીએ સખત વિરોધ નોંધાવીને તાત્કાલિક ધોરણે આ પરવાનગી રદ કરવાની માગ કરી છે. ઉપરાંત જો નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો વિદ્યાર્થીઓ અને ઝેન-ઝીને સાથે રાખી દિલ્હી સ્તરનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સેનેટ સભ્ય કપિલ જોશીએ સત્તાધીશો સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં સિન્ડિકેટ બેઠકમાં સ્પષ્ટ ઠરાવ કરાયો હતો કે આ ગ્રાઉન્ડ માત્ર રમત-ગમત માટે જ ઉપયોગમાં લેવાશે. શહેરમાં નવલખી, લેપ્રસી કે પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા મેદાનો ઉપલબ્ધ હોવા છતાં નિયમોનો અનાદર કરીને આ મંજૂરી કઈ મજબૂરી હેઠળ આપવામાં આવી? આગામી સમયમાં ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાઓ આવી રહી છે ત્યારે મેદાન બ્લોક થવાથી ખેલાડીઓની પ્રેક્ટિસ જોખમાશે.

અગાઉ યોજાયેલા રાજકીય કાર્યક્રમોનો સંદર્ભ આપતાં તેમણે ઉમેર્યું કે, વર્ષો પહેલાં આયોજિત કાર્યક્રમ બાદ મહિનાઓ સુધી ગ્રાઉન્ડમાંથી લોખંડના ખીલ્લા અને કાટમાળ મળ્યાં હતા, જેના કારણે રમતી વખતે ખીલ્લા પગમાં ઘૂસી જતાં અનેક ખેલાડીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સત્તાધીશો રાજકીય લાભ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદર્શોને ધૂળમાં મેળવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

સેનેટ સભ્ય કપિલ જોશીએ આ મુદ્દે યુનિવર્સિટી પ્રશાસનને લેખિત આવેદન સોંપીને નિર્ણય તાત્કાલિક રદ કરવા માગ કરી હતી. તેમજ જો મંજૂરી પાછી નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch