Latest Vadodara News: વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી.વી. મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે જ તેમની લાયસન્સ ગનથી આપઘાત કરી લીધો હતો. જેમા આપઘાત કરતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમા તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે તેમની સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરને કારણે આપઘાત કર્યો હોવાની વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આ ઘટના સામે આવ્યાં બાદ પોલીસ દ્વારા તેમની માનેલી દીકરી કોમલ અને તેની માતા સંગીતાને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, મુરજાણીએ આપઘાત કર્યો હતો ત્યારે કોમલ અને તેની માતા સંગીતાબેન અમદાવાદમાં હતા. તેઓ અમદાવાદથી એક્સપ્રેસ હાઇવે પરથી વડોદરા આવવા નીકળી ગયા હતા. પરંતુ, પોલીસને આ મેસેજ મોડો મળ્યો હતો. પોલીસ ટોલનાકા પર પહોંચી તે પહેલા જ માતા- દીકરી ટોલનાકું ક્રોસ કરીને નીકળી ગયા હતા. ત્યારબાદ બંનેના મોબાઇલ ફોન બંધ છે. કાળા કલરની અને ડાર્ક ફિલ્મ લગાડેલી કારમાં ફરતા માતા દીકરીને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પરંતુ,તેઓનો કોઇ પત્તો નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07