Wed,15 July 2026,1:19 am
Print
header

પોલીસતંત્ર લજવાયું: વડોદરામાં મહિલા PSI વતી રૂ. 10 હજારની લાંચ લેતા ASI રંગેહાથ ઝડપાયો

  • Published By
  • 2026-06-28 09:33:19
  • /
  • પોલીસ વિભાગમાં લાંચ લેવાનું પ્રમાણ વધ્યું
  • અમદાવાદના બોપલના મહિલા PSI વતી 5 લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હતો
  • હાંસોલ પોલીસ ચોકીનો ASI લાંચ લેતા એસીબીની છટકામાં સપડાયો હતો

વડોદરાઃ શહેરમાં ACBએ એક મોટી કાર્યવાહી કરીને માંજલપુર પોલીસ સ્ટેશન હેઠળની વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા PSI વતી  રૂ. 10,000 ની લાંચ સ્વીકારતા ASI ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACB ની આ સફળ ટ્રેપને પગલે પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.

ફરિયાદી વિરુદ્ધ ગત તા. 01/06/2026 ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા PSI મલ્લિકાબેન ખીમજીભાઈ પરમાર કરી રહ્યાં હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાનગતિ ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરી આપવાના અવેજ પેટે મહિલા PSI એ શરૂઆતમાં રૂ. 25,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ અંગે રકઝક કરતા આખરે રૂ.10,000 લેવાનું નક્કી થયું હતું. મહિલા PSI એ આ લાંચની રકમ સર્વેલન્સ સ્કોડના ASI જયકિશન સોમાજી ગામેતી ને આપી દેવા માટે ફરિયાદીને જણાવ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે વડોદરા ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે તા. 27/06/2026 ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં, મુખ્ય રોડ પર આવેલી ભાવના ઝેરોક્ષની સામે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.  ટ્રેપ દરમિયાન ASI જયકિશન ગામેતીએ પોતાની માલિકીની મારુતિ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ ઉપર ફરિયાદી પાસે રૂ.10,000 મુકાવીને લાંચની રકમ સ્વીકારી હતી. ACB ની ટીમે તુરંત જ ત્રાટકીને ASI ને લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો અને રકમ રિકવર કરી લીધી હતી.

કામગીરી કરનારી ટીમ

ટ્રેપિંગ અધિકારી: એન.એમ. તલાટી (પો.ઇન્સ., વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.) અને સ્ટાફ.

મદદમાં: એમ.એચ. પઠાણ (રીડર પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. વડોદરા એકમ)

સુપરવિઝન અધિકારી:  બી.એમ. પટેલ (ઇન્ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ)

ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ (IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch