Sat,20 April 2024,9:58 am
Print
header

બેંકર્સ ગ્રુપના PRO પાસેથી રોકડા રૂપિયા 1.90 કરોડ મળ્યાં, હોસ્પિટલમાંથી 20 લાખની બિનહિસાબી રોકડ મળી- Gujarat Post

(ફાઇલ તસવીર)

બેંકર્સ હોસ્પિટલમાંથી રૂપિયા 20 લાખની બિનહિસાબી રોકડ હાથ લાગી

આઇટીની તપાસના અંતે મોટા પાયે સોનું તેમજ રોકડ મળવાની શક્યતા

વડોદરામાં કોરોનાની મહામારી દરમિયાન હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવી હતી ઉઘાડી લૂંટ

વડોદરાઃ શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર્સની જુના પાદરા રોડ સહિતની હોસ્પિટલો અને તેના નિવાસસ્થાને છેલ્લા ચાર દિવસથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દરોડાની કાર્યવાહી કરી રહ્યાં છે. હોસ્પિટલના પીઆરઓ પાસેથી 1.90 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે.બેંકર્સ હોસ્પિટલમાંથી રૂપિયા 20 લાખની બિનહિસાબી રોકડ હાથ લાગી છે.તમામ બેંક ખાતાની તપાસ હાથ ધરવામાં આવી છે.

દરોડાની કામગીરી દરમિયાન બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. લોકરો ખૂલ્યાં બાદ દરોડા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા બેંક એકાઉન્ટ અને બેંક લોકરો સીઝ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બેંક લોકરો ખોલાયા બાદ મોટા પાયે સોનું તેમજ રોકડ મળવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

વડોદરામાં કોરોનાની મહામારી દરમિયાન હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ હવે આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બેંકર્સ ગ્રુપે કોરોના મહામારી દરમિયાન કરોડો રૂપિયાની જમીનો, સોનુ સહીત અન્ય ખરીદી કરી હતી. જેને લઈ આઈટીની રડારમાં આવ્યાં હતા. બેંકર્સ ગ્રુપ પર ચાલી રહેલી કાર્યવાહીથી અન્ય જાણીતા તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરીના અંતે કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવે તેવી શક્યતાઓ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch