(file photo)
તપાસમાં ખુલી શકે છે અનેક મોટા રહસ્યો
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ATSએ અટકાયત કરી હતી
સાદાબ SIMIના સ્લીપર સેલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Vadodara News: ઉત્તર પ્રદેશ ધર્માંતરણ મામલો સામે આવ્યાં બાદ તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું હતું. તપાસના તાર વડોદરા સાથે જોડાયેલા છે. શહેરના ફતેગંજમાંથી સલાઉદ્દિનને UP એટીએસ લઈ ગયા બાદ ગુજરાત પોલીસે ગુનો નોંધીને મુસ્લિમ મેડિકલ સેન્ટરનાં મેનેજરને ઝડપ્યો હતો. આ મેડિકલ સેન્ટર સાથે મુસ્લિમ ડોક્ટર એસોસિએશન સંકળાયેલ હતું. તપાસ બાદ વડોદરામાંથી ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરાઇ છે.
ડૉ. સાદાબ પાનવાલાની પ્રતિબંધિત સંગઠન SIMI સાથે કનેકશનની આશંકા છે. ડૉ. સાદાબ પાનવાલા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનનો સભ્ય છે. અગાઉ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ATSએ તેની અટકાયત કરી હતી. ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી પૂછપરછ કરી હતી. ATS દ્વારા રાજ્યભરમાંથી 3થી 4 શખ્સોની પૂછપરછ કરાઇ રહી છે.
વાડી તાઈવાડામાં રહેતા ડૉ. સાદાબ પાનવાલાની પૂછપરછ માટે શહેર પોલીસની ટીમને સાથે રાખી ATS એ ગુપ્તપણે ઓપરેશન પાર પાડ્યું હતું. પરંતુ પોલીસના ધાડા જોઈને આસપાસમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ડૉ. સાદાબને અગાઉ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપી ઇમરાન શેખ અને મહંમદ ઉસ્માન અગરબત્તી વાલા સાથે સંપર્ક હોવાનું માની ATS એ અમદાવાદ લઇ જઇને પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સાદાબ SIMIના સ્લીપર સેલ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
યુવતીનો આપઘાત, પ્રેમીએ દગો કરતા રિવરફ્રન્ટ પર બનાવ્યો વીડિયો, વડોદરા જઇને કર્યો આપઘાત- Gujarat Post
2022-06-23 16:04:01
PM મોદીએ વડોદરાને આપી રૂ. 21,000 કરોડની ભેટ, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો- Gujarat Post
2022-06-18 15:01:38
પીએમ મોદીને મળ્યું સૌભાગ્ય, અંદાજે 500 વર્ષ પછી મા મહાકાળી મંદિરના શિખર પર મોદીના હાથે ચડાવાઇ ધજા- Gujarat Post
2022-06-18 11:27:55
મોદીનો ગુજરાત પ્રવાસ, માતા હીરાબાને મળ્યાં બાદ પાવાગઢ જવા થયા રવાના થયા મોદી, મંદિરમાં કરશે વિશેષ પૂજા - Gujarat Post
2022-06-18 09:18:18