દુર્ઘટનાથી મુસાફરોમાં ભારે ફફડાટ
વડોદરાઃ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં સમગ્ર પરિષરમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે.
સુરક્ષાના કારણોસર મુસાફરો પાસે બસ સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યું છે. આ અકસ્માતને કારણે શહેરનો મુખ્ય બસ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. દુર્ઘટનાને પગલે બસ સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે બસોને બસ સ્ટેશનની અંદર લાવવાને બદલે બહારથી જ અન્ય રૂટ પર વાળવામાં આવી રહી છે.
ચાનક બનેલી આ ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04