Thu,25 April 2024,1:15 pm
Print
header

વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ, ગાયે વિદ્યાર્થીને શિંગડું મારતાં આંખ ફૂટી ગઈ- Gujarat Post

(ભોગ બનનાર વિદ્યાર્થી)

વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના મોટા શહેરોના રોડ પર રખડતાં ઢોરનો ત્રાસ છે. ઢોરની સમસ્યાને નાથવા ગુડર ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. જો કે બિલનો માલધારી સમાજે વિરોધ કરતાં તેનો અમલ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે વડોદરામાં રોડ પર રખડતી ગાયને કારણે એક યુવકે આંખ ગુમાવી છે.

બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈને જઈ રહેલા પોલિટેક્નિકના વિદ્યાર્થી હેનીલને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. તેમાં તેની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. હેનીલે જણાવ્યું કે, હું ફરસાણ લઇને ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો હતો, જેથી ગાય ભાગતાં તેનું શિંગડું મારી આંખ અને મોઢા પર વાગ્યું હતું. એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

18 વર્ષનો હેનીલ પટેલ પોલિટેક્નિકમાં ડિપ્લોમાંના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કામ અર્થે ગયો હતો. ત્યાંથી ઘરે આવી રહ્યો હતો તે સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી, ત્યાર બાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે શિંગડું મારતાં આંખમાં ઈજા થઈ હતી.તેની બૂમાબૂમથી લોકો દોડી આવ્યાં હતા અને પરિવારને જાણ કરતાં તેઓ પણ આવી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પોતાના વ્હાલસોયાની એક આંખ ફૂટી ગઈ હોવાથી પરિવાર ચિંતિત બન્યો છે. ત્યારે આવી રીતે રખડતા ઢોરોને લઇને સરકારે તાત્કાલિક કોઇ એક્શન પ્લાન કરવો જોઇએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch