Sat,20 April 2024,4:54 am
Print
header

વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝે લીધો યુવકનો ભોગ, મૃતકનો અંતિમ વીડિયો થયો વાયરલ– Gujarat Post

સમા વિસ્તારના ફ્લેટમાંથી બે દિવસ પહેલા ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું મોત નિપજ્યાનું તારણ

મૃતકનો અંતિમ અને સ્ફોટક વીડિયો થયો વાયરલ

વીડિયોમાં ડ્રગ્સ પોતે પોતાની રીતે લાવ્યો અને લેતો હોવાની કરી કબૂલાત 

વિવેક કહી રહ્યો છે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીઝ લેકે આયા હું

વડોદરાઃ રાજ્યમાં ઘણા યુવાનો નશાના રવાડે ચડી ગયા બાદ તેમાંથી બહાર નીકળી શકતા નથી, તાજેતરમાં અમદાવાદમાં નશાની લત લાગ્યા બાદ યુવતીનો ગેરલાભ ઉઠાવવાનો બનાવ મીડિયામાં આવ્યો હતો. વડોદરામાં નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્રનું નશાના ઓવરડોઝ કારણે મોત નીપજતાં હડકંપ મચી ગયો છે. મૃતક યુવકની માતાએ તેમના પુત્રને નશાના ઇન્જેક્શન લગાવીને હત્યા કરી નાખ્યાનો આક્ષેપ કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. 

વડોદરાના સમા વિસ્તારમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો 32 વર્ષનો પુત્ર વિવેક અમદાવાદમાં ખાનગી કંપનીમાં HRમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તે વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ તે સમા ચાણક્યપુરી સોસાયટી પાસે આવેલ 203, રાધેકૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. દરમિયાન તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. બનાવની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં કરતા સમા પોલીસ મથકના PI ડો. બી.બી.પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

પોલીસે વિવેકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રૂમમાં રહેતી એક યુવતી તેમજ એક યુવાનને પોલીસ મથકમાં લાવીને પૂછપરછ શરૂ કરી છે.વિવેક કરનનું જે રૂમમાં મોત નીપજ્યું છે. તે રૂમની પાછળના ભાગે આવેલા પતરાંના શેડ પર ડ્રગ્સ લેવાની સીરીંજ, ઉંઘની ગોળીઓ જેવી અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓ પોલીસને મળી આવી હતી. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch