નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાલ ધીમી પડી છે અને સરકાર કોરોના પર કાબૂ કરવા રસીકરણ પર ભાર આપી રહી છે પરંતુ વાસ્તવિક કઈંક અલગ જ છે. મે મહિનામાં દેશમાં રસીકરણનો આંકડો ઘટી ગયો છે જે ચિંતાનો વિષય છે. સરકાર હંમેશા મહત્તમ રસીકરણનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ લક્ષ્ય પૂરો થઈ શકે તેમ નથી. એપ્રિલમાં રસીકરણે ગતિ પકડી હતી પરંતુ મે મહિનામાં તેમાં મોટો ઘટાડો થયો છે 1 મેના રોજ ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ કરાયું હતું.
કોવિડ-19 ઈન્ડિયા ડોટ ઓઆરજીના આંકડા મુજબ એપ્રિલમાં જ્યારે સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે રસીકરણ પણ વેગીલું બન્યું હતું. 10 એપ્રિલે દેશમાં 36,59,356 લોકોએ રસી લગાવી હતી જે બાદ સતત તેમાં ઘટાડો થયો છે 21 મેના રોજ 17,97,274 લોકોએ રસીના ડોઝ લીધા હતા. આ 40 દિવસમાં રસીકરણમાં 50.88 ટકાનો ઘટાડો થયો છે.
એપ્રિલમાં સરેરાશ રોજના 30,24,362 લોકોને રસી આપવામાં આવતી હતી પરંતુ મે મહિનામાં આંકડો ઘટીને 16,22,087 થયો હતો. વેબસાઇટના જણાવ્યાં મુજબ 1 મેથી લઈ 20 મે વચ્ચે એક દિવસમાં 20-25 લાખ લોકોને રસી અપાઈ હતી. એપ્રિલમા 9 કરોડ અને મે મહિનામાં અત્યાર સુધીમાં ચાર કરોડ લોકોએ રસી લીધી હતી.
ભારતમાં 18 થી 44 વર્ષના લોકોની સંખ્યા મહત્તમ છે.રસીની અછતને કારણે ઘણા રાજ્યોમાં લોકોને રસી મળી રહી નથી.આ સ્થિતિમાં જો ત્રીજી લહેર આવે અને મોટાભાગના યુવાનોનું રસીકરણ ન થયું હોય તો મુશ્કેલી ઉભી થઈ શકે છે લોકોએ રસીકરણ કેન્દ્રથી પાછા ફરવું પડી રહ્યું છે અને કેટલીક જગ્યાએ રસીકરણ કેન્દ્રો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29