Bihar Crime News: બિહારમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની વધુ એક ઘટના બની છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ છે. મંગળવારે સવારે દરભંગા જિલ્લાના બિરૌલમાં તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાદ અહીં નજીકમાં લોકોની ભીડ જામી હતી. લોકોનું કહેવું છે કે ગુનેગારોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી હતી. ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ મુકેશ સાહની મુંબઈથી દરભંગા જવા રવાના થઈ ગયા છે.
પ્રાથમિક માહિતી મુજબ હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી છે, મુકેશ સાહનીની VIP પાર્ટી ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં સામેલ થઇ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને RJD વચ્ચે થઈ હતી.
વરિષ્ઠ VIP નેતા દેવ જ્યોતિએ કહ્યું કે અમને થોડા સમય પહેલા જ ઘટના અંગે માહિતી મળી છે. શું થયું તે સમજાતું નથી. અમારા નેતા મુકેશ સાહની ખૂબ જ દુખી છે. તેઓ મુંબઈથી દરભંગા જવા રવાના થયા છે. દરભંગા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Bihar | Vikassheel Insaan Party (VIP) chief Mukesh Sahani's father was killed at his residence in Darbhanga last night; Probe underway, say local police.
— ANI (@ANI) July 16, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવતી ફ્લાઇટ્સ આજે પણ રદ, દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટનું ભાડું રૂ. 50,000 સુધી પહોંચ્યું | 2025-12-06 10:02:30
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર: રાહુલ-ખડગેને આમંત્રણ નહીં અને શશિ થરૂર બન્યાં મહેમાન | 2025-12-05 20:53:58
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતા આપી ભેટ | 2025-12-05 13:05:03
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20
કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં 4 લોકોનાં મોત, 7 ઘાયલ | 2025-11-30 10:35:22