Fri,19 April 2024,7:16 am
Print
header

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં આવતીકાલથી કોવિડ કર્ફ્યૂ, ગાઇડલાઇન પાડી બહાર

હરિદ્વારઃ ભારતમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ દેશમાં દરરોજ સામે આવતા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન ભાજપ શાસિત વધુ એક રાજ્યએ કોવિડ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે ઉત્તરાખંડમાં 11 મે સવારે 6 વાગ્યાથી 18 મે સુધી કોવિડ કર્ફ્યૂ રહેશે. સવારે 7 થી 10 સુધી ફ્રૂટ, શાકભાજીની દુકાનો, ડેરી ખુલ્લી રહેશે. શોપિંગ મોલ્સ, જીમ, થિયેટર, બાર, દારૂની દુકાનો આગામી ઓર્ડર ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે ઉત્તરાખંડમાં 71,174 એક્ટિવ કેસ છે. 1,63,661 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 3548 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાને કાબુમાં લેવા રાજ્યમાં કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. વર્લ્ડોમીટર પ્રમાણે ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,66,317 નવા કેસ સામે આવ્યાં છે. મોતનો આંકડો પણ 4000 કરતા નીચે ગયો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 3,747 લોકોના મોત થયા છે. આ પહેલા સતત બે દિવસથી કોરોનાના કારણે 4000 કરતા વધારે મોત થઇ રહ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch