Wed,29 November 2023,12:36 am
Print
header

યમુનોત્રી નેશનલ હાઇવે પર નિર્માણાધીન સુરંગમાં ભૂસ્ખલન, 35થી વધુ મજૂરો ફસાયા- Gujarat Post

ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે. NHIDCLના નિર્દેશન હેઠળ નવયુગ કંપની દ્વારા આ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સુરંગની અંદર 35થી વધુ મજૂરો ફસાયેલા છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ આ વાતની પુષ્ટિ કરી છે. કંપની દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે પાંચ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

એડીજી લો એન્ડ ઓર્ડર એપી અંશુમને કહ્યું કે પોલીસ ફોર્સની સાથે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના રવિવારે સવારે 5:00 વાગ્યે બની હતી. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા.

ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે.તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch