Sat,20 April 2024,1:27 pm
Print
header

ઉત્તરાયણનું જાહેરનામુ હોય તો, પાટીલની સભામાં કોઇ જાહેરનામુ કેમ લાગુ નથી પડતુ ?

પોલીસના જાહેરનામામાં ઉત્તરાયણની ઉજવણીને લઇને સામાજિક અંતર, માસ્ક અને અન્ય નિયમો લાગુ પડે છે.પણ સી આર પાટીલની રેલી કે સભામાં કેમ નહીં ?

હિરેન ઉપાધ્યાયઃ કોરોના (corona)ને કારણે ઉત્તરાયણની ઉજવણી ફિક્કી પડી છે.ઉત્તરાયણને લઇને પોલીસે જાહેરનામુ (notification)બહાર પાડ્યુ છે. જેમાં ઘણા નિયમો બનાવ્યાં છે. જણાવવામાં આવ્યું છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે, પતંગ (kite)રસિયાઓએ જણાવ્યું કે અમે માનીએ છીએ કે ઉત્તરાયણની ઉજવણીમાં કોરોનાને ધ્યાનમાં રાખીને સાવચેતી પૂર્વક રહેવુ જોઇએ. પરંતુ ગુજરાતમાં રાજકીય પક્ષો માટે પોલીસના જાહેરનામાનો અમલ કેમ નથી કરાયો ? 

ધાબા પર કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવા માટે એકત્ર થઇ શકાશે નહીં પણ સી આર પાટીલ (c R Patil)ના સરપંચ સંવાદના કાર્યક્રમમાં ભીડ એકત્ર થાય છે. ત્યારે કોરોના સંક્રમણ નથી ફેલાતુ ?  પોલીસના જાહેરનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ધાબા પર ડીજે વગાડવુ નહી કારણ કે ડી જે વગાડવાથી ભીડ એકઠી થાય છે. પાટીલની રેલીમાં ડીજે અને ઢોલ ઢબુકે છે અને ભીડ પણ એકઠી થાય છે. ત્યારે શા માટે ત્યારે પ્રતિબંધ મુકવામાં નથી આવતો ? પોલીસ ઉત્તરાયણ અંગે જાહેરનામુ બહાર પાડી શકે છે તો રાજકીય નેતાઓને કાબુમાં લેવા માટે શા માટે કોઇ કાર્યવાહી નથી કરતી. તેને લઇને લોકોમાં રોષ વ્યાપી ગયો છે. નોંધનિય છે કે કોરોનાનો ખતરો વધારે હતો ત્યારે પણ પાટીલે અનેક રેલીઓ કરી હતી અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch