Wed,24 April 2024,5:32 pm
Print
header

Russia Ukraine Conflict: ડોનબાસમાં ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનને વધુ સૈન્ય સહાયતા આપશે અમેરિકા– Gujarat Post

(ફાઇલ તસવીર)

રશિયા-યુક્રેને યુદ્ધના 5 મહિના થવા આવ્યાં

બંને દેશોમાંથી એક પણ નમતું મૂકવા નથી તૈયાર

અમેરિકા યુદ્ધની શરૂઆતથી યુક્રેનને કરી રહ્યું છે મદદ

Russia Ukraine Conflict: રશિયા-યુક્રેન વચ્ચે પાંચ મહિનાથી યુદ્ધ શરૂ છે. રશિયાના આક્રમણનો યુક્રેન બરાબરનો જવાબ આપી રહ્યું છે. પૂર્વીય ડોનબાસમાં ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકા અને અન્ય દેશોએ યુક્રેનને વધુ રોકેટ સિસ્ટમ, દારૂગોળો અને સૈન્ય સહાયતા આપવાનો વાયદો કર્યો છે. વિશ્વભરના લગભગ 50 સંરક્ષણ નેતાઓ સાથેની ડિજિટલ બેઠક સમાપ્ત થયા પછી, યુ.એસના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિને કહ્યું કે યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો શરૂ છે.

ઓસ્ટિને કહ્યું કે અમે યુક્રેનને લશ્કરી સહાય આપીશું. નજીકના ભવિષ્યને જોતાં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણા સાથીઓ અને ભાગીદારો કેટલા સમય સુધી પ્રતિબદ્ધ રહેશે તેના પર નિર્ભર રહેશે. પરંતુ આપણે મજબૂત થઇને લડીશું.

અમેરિકાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ મિલીએ જણાવ્યું "ડોનબાસમાં ખૂબ જ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં સુધી કોઈ પણ પક્ષને વિજય ન મળે ત્યાં સુધી આ યુદ્ધ ચાલશે. બંને પક્ષોએ વાટાઘાટો અથવા અન્ય કોઈ રીતે ઉકેલ લાવવો જોઈએ. અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં વધુ ચાર હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (એચઇએમએઆરએસ) અને એક વધારાની તોપ મોકલશે જેમાં ચોકસાઇ-લક્ષ્ય રોકેટ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch