Thu,25 April 2024,4:04 am
Print
header

અમેરિકાના ઓકલાહો વોલમાર્ટમાં ફાયરિંગથી અફડા તફડી, ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત

અમેરિકામાં ફરીથી ફાયરિંગની ઘટના બની છે, અહીના ઓકલાહોમા આવેલા ડંકન શહેરના એક વોલમાર્ટમાં અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરીને ત્રણ લોકોની હત્યા કરી નાખી છે, મોલના પાર્કિંગમાં બનેલી ઘટનાથી લોકોમાં દોડધામ મચી ગઇ હતી, અચાનક જ ફાયરિંગનો અવાજ સાંભળીને લોકોમાં અફડા તફડી મચી ગઇ હતી, મૃતક 2 પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.

ઘટના બાદ પોલીસે સીસીટીવીને આધારે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે, હજુ સુધી આરોપી પોલીસ પક્કડથી બહાર છે, તેને કેમ ફાયરિંગ કર્યું હતુ તેના પર પણ રહસ્ય છે, નોંધનિય છે કે થોડા દિવસો પહેલા પણ અમેરિકામાં એક સ્કૂલમાં ફાયરિંગમાં વિદ્યાર્થીઓના મોત થઇ ગયા હતા અને ફરીથી આવી ઘટના બની છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch