Tue,23 April 2024,5:30 pm
Print
header

500થી વધુ આતંકીઓને ઠાર કર્યાંનો દાવો, અમેરિકી વાયુસેનાએ તાલિબાનના કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક

અફઘાનિસ્તાનઃ અમેરિકી વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પો પર હવાઈ હુમલો કરી દીધો છે. અફઘાન રક્ષા મંત્રાલયના અધિકારી અનુસાર હુમલામાં તાલિબાનને મોટુ નુકસાન થયું છે. શેબરધન શહેરમાં વાયુસેનાએ તાલિબાનની સભાઓ અને ઠેકાણાને બી-52 બોમ્બવર્ષકથી નિશાન બનાવ્યા હતા.વાયુસેનાના આ હુમલામાં તાલિબાનોને ખૂબ જ મોટુ નુકસાન થયું અને તેના 500થી પણ વધુ આતંકીઓ માર્યાં ગયા હોવાનો દાવો છે.

અફઘાન રક્ષા મંત્રાલયના અધિકારી ફવાદ અમને ટ્વીટ કર્યું- આજે સાંજે વાયુસેનાએ તાલિબાનની સભા અને ઠેકાણાને નિશાન બનાવ્યાં. અમેરિકી વાયુ સેનાના હવાઈ હુમલાને કારણે આતંકવાદીઓને ભારે નુકસાન તયું છે. 500થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં હથિયારો- દારૂગોળા સહિત 100થી વધુ વાહનો નષ્ટ થયા છે.

આ પહેલા એક પાકિસ્તાની આતંકવાદીની ગજની પ્રાંતીય કેન્દ્રના બહારના વિસ્તારમાં અફઘાન દળોએ ધરપકડ કરી હતી. તે આતંકવાદી ગતિવિધિઓ અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. સરકારી દળોની સાથે સપ્તાહના હિંસક ઘર્ષણ બાદ ઉતરી અફઘાનિસ્તાનમાં જાવજાન પ્રાંતની રાજધાની પર તાલિબાને પોતાનો કબ્જો જમાવી લીધો હતો. અફઘાન સમાચાર એજન્સીએ જણાવ્યું કે રણનીતિક શહેર શેબરધન છેલ્લા બે દિવસથી તાલિબાનને અધીન થનારી બીજી પ્રાંતીય રાજધાની છે.

સ્થાનીક સાંસદોએ જાવજાનાં સુરક્ષા સ્થિતિ માટે અફઘાનિસ્તાન સરકારને જવાબદાર ઠેરવીને કહ્યું કે તે આ મામલા પ્રત્યે ઉદાસીન છે. મીડિયા રિપોર્ટમાં શુક્રવારે કહેવામાં આવ્યું કે જાહેર વિદ્રોહી દળોના 150 સભ્ય જમીન પર અન્ય દળની મદદ માટે શેબરધન પહોંચ્યા છે. તાલિબાને શુક્રવારે દક્ષિણી-પશ્ચિમી અફઘાનિસ્તાનમાં નિમરોજ પ્રાંતની રાજધાની પર કબ્જો કરી લીધો છે અમેરિકી સેના પાછી ગયા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક વધી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch