Fri,26 April 2024,3:23 am
Print
header

શિવસેનામાં સામેલ થઈ રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર, 2019માં કોંગ્રેસમાંથી લડી હતી લોકસભા

મુંબઇઃ બૉલીવુડની રંગીલા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી અને કોંગ્રેસની પૂર્વ નેતા ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) આજે શિવસેનામાં (Shivsena) સામેલ થઇ ગઇ હતી. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની (Maharashtra CM Uddhav Thackrey) હાજરીમાં ઉર્મિલા શિવસેનામાં સામેલ થઇ છે. ઉદ્વવ સરકાર ઉર્મિલા માતોંડકરને વિધાન પરિષદમાં મોકલવા માંગે છે.

તાજેતરમાં જ રાજ્યપાલ (Maharashtra Governor) કૉટામાંથી વિધાન પરિષદમાં નિયુક્ત કરવામાં આવનારી 12 સભ્યોની યાદી મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સીલ બંધ કવરમાં મોકલી હતી. તેમાં શિવસેનાએ ઉર્મિલા માતોંડકરને પોતાના ક્વોટામાંથી ઉમેદવાર બનાવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના આવાસ માતોશ્રીમાં ઉર્મિલા માતોંડકરે શિવસેનાની સદસ્યતા લીધી હતી. તાજેતરમાંજ ઉર્મિલાએ કોંગ્રેસ (Congress) પાર્ટી છોડી છે અને હવે તેને શિવસેનાનો હાથ પકડ્યો છે.

ઉર્મિલા માતોંડકર 2019માં લોકસભા ચૂંટણીમાં (2019 Loksabha Elections) કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડાવામાં આવી હતી. ઉર્મિલાને ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ (Gopal Shetty) હરાવી હતી. જે બાદ તેણે પક્ષમાં બધુ બરાબર ન ચાલતું હોવાનો આરોપ લગાવ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch