Sat,14 March 2026,1:44 am
Print
header

ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી

  • Published By panna patel
  • 2026-02-18 17:07:34
  • /

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજે ચાર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પર ખાસ અસર પડી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે ઘઉંની કાપણી થતા વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. 

હવામાન વિભાગ મુજબ વાતાવરણમાં થોડો પલટો આવી ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પવન આશરે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch