ગાંધીનગર: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી હતી. વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના 16,000 ગામોમાં કમોસમી વરસાદને કારણે 42 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થતાં પાક બરબાદ થયા છે.
મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા SDRFના નિયમોની ઉપર જઈને ટોપઅપ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાંથી ખેડૂતોને નિયમ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવશે. જો જરૂર પડશે તો કેન્દ્ર સરકાર પાસે પણ સહાય માંગવામાં આવશે, જે અંગેનો નિર્ણય મુખ્યમંત્રી લેશે.
ખેડૂતો પર પાક બરબાદ થવાથી આર્થિક ભારણ વધ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જાહેરાત કરી કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. ખેડૂતદીઠ 125 મણ પાકની ખરીદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગત વર્ષ કરતા મગફળીના ભાવમાં રૂપિયા 480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા પાક ખરીદી કેન્દ્રો પર લાવવાનો રહેશે.
કમોસમી વરસાદની અણધારી આપત્તિના આ સમયે માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ૯ મી નવેમ્બરથી ખરીદી શરૂ કરવાના નિર્ણયને આવકાર સહ ગુજરાતના ખેડૂતો વતી માન. મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
— Jitu Vaghani (@jitu_vaghani) November 5, 2025
મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોની… https://t.co/VaxWp2KEDG
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
ગુજરાતમાં ઇંધણ બચત માટે સરકારનો માસ્ટર પ્લાન: વર્ક ફ્રોમ હોમ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો પર ભાર | 2026-05-13 17:26:36
ગુજરાતમાં IAS અધિકારીઓની એક સાથે બદલી, આ રહ્યું આખું લિસ્ટ | 2026-05-13 10:32:24
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ તપાસ અંતિમ તબક્કામાં, એક મહિનામાં રિપોર્ટ આવવાની શક્યતા | 2026-05-08 17:04:00