અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
કચ્છના ભૂજ તાલુકાના ખાવડા, મિરઝાપર, સુખપર અને માનકુવા સહિતના ગામોમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો હતો. બીજી તરફ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી. લાલપુરના મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સાથે કરા પડ્યા હતા. કરા પડવાને કારણે રસ્તાઓ પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યાં અનુસાર, હાલમાં રાજ્ય પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એમ ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. આગામી બે દિવસ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદી માહોલને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી ગરમીમાં રાહત મળશે.
3 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદમાં આગામી બે દિવસ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે. પવનના જોર સાથે સાંજના સમયે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 2, 2026
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55