Sat,13 June 2026,2:30 pm
Print
header

પાકિસ્તાનમાં ધોળા દિવસે અજાણ્યા હુમલાખોરોએ કર્યો ગોળીબાર, 5 લોકોના મોત

  • Published By Panna Patel
  • 2026-05-28 09:06:45
  • /

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ધોળા દિવસે 5 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. બલુચિસ્તાનના હરનાઈ જિલ્લાના શહરગ વિસ્તારમાં અજાણ્યા સશસ્ત્ર માણસોએ સ્થાનિક રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 5 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યાં અનુસાર સશસ્ત્ર શખ્સોએ શેખ મુસા બાબા ચોક પાસે એક કામચલાઉ ચેકપોઇન્ટ બનાવ્યો હતો અને ત્યાંથી પસાર થતા લોકોના કોમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (CNIC) તપાસી રહ્યાં હતા. કેટલાક સ્થાનિક લોકોએ તપાસનો વિરોધ કર્યો હતો, જેના કારણે હુમલાખોરો અને ભીડ વચ્ચે દલીલ થઈ હતી. ત્યાર બાદ બંદૂકધારીઓએ ભીડ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું ક્વેટા જતા રસ્તામાં મોત થયું હતું.

મૃતકોની ઓળખ ઝમાન શાહ, ઝિયા-ઉલ-હક, અબ્દુલ કાહિર, જમિયત ઉલેમા-એ-ઇસ્લામના નેતા મૌલવી ઝાહિદ શાહ અને ઇકરામુલ્લાહ શાહ તરીકે થઈ છે. ઘાયલોમાં નાસિર શાહ, મુલ્લા સમદ અને સાકિબ શાહનો સમાવેશ થાય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch