વોટ્સએપ ચેટ લીક થતાં મામલો સામે આવ્યો
પોલીસે અનેક જગ્યાએ કર્યાં દરોડા
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહી હત્યા કરવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. પંજાબ પોલીસે દાવો કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને અકાલી નેતા અને પૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, ખાલિસ્તાન સમર્થક નેતા અને ખદૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ પર લાદવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA)ને લંબાવવામાં આવ્યાં બાદ તેમના સમર્થકો દ્વારા આ કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું.
અકાલી દળ મોગા જૂથ નામે બનાવેલા વોટ્સએપ ગ્રુપ્સની ચેટ્સ લીક થઈ હતી, જેનાથી આ કાવતરું બહાર આવ્યું હતું. ચેટ્સ લીક થયા પછી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 શખ્સો સહિત 30 જેટલા અજાણ્યા લોકો સામે FIR નોંધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બલ્કર સિંહ (ન્યુ મોડેલ ટાઉન) અને મોગાનો રહેવાસી સગીર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાં અનુસાર, આ બધા આરોપીઓ ઉપરોક્ત વોટ્સએપ ગ્રુપ્સ સાથે સંકળાયેલા હતા.
ડીઆઈજી મોગા રેન્જ અશ્વની કપૂરે આ સંદર્ભમાં કહ્યું કે અમે કોઈપણ કિંમતે પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા દઈશું નહીં. તેમણે ખાતરી આપી કે આ ષડયંત્રમાં સામેલ બાકીના તમામ આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
જામનગરમાં AAPની સભામાં હોબાળો: એક સમયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકનારા ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકાયું | 2025-12-05 21:04:42
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં ડિનર: રાહુલ-ખડગેને આમંત્રણ નહીં અને શશિ થરૂર બન્યાં મહેમાન | 2025-12-05 20:53:58
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતા આપી ભેટ | 2025-12-05 13:05:03
દારુ-ડ્રગ્સની રાજનીતિમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી, ડબલ એન્જિનની સરકાર ડ્રગ્સનો કારોબાર કેમ બંધ નથી કરાવતી ? | 2025-12-02 16:31:36
ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, જુગારના વિવાદે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું: મેવાણીએ હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી | 2025-11-29 17:19:27
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવતી ફ્લાઇટ્સ આજે પણ રદ, દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટનું ભાડું રૂ. 50,000 સુધી પહોંચ્યું | 2025-12-06 10:02:30