Wed,16 September 2026,2:40 pm
Print
header

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો

  • Published By
  • 2026-09-02 18:11:38
  • /
  • 3 થી 5 સપ્ટેમ્બરના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો મુલતવી રખાયા
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત રેલવેના વિકાસકાર્યોની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર કરાશે
     

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો આગામી 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ કોઇ કારણોસર મુલતવી રાખવામાં આવ્યો છે. તેમના આ નિર્ધારિત પ્રવાસ દરમિયાન ગાંધીનગર સંસદીય મતવિસ્તાર સહિત રાજ્યમાં અનેક મહત્વના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાવાના હતા, જે હવે મોકૂફ રખાયા છે.

અમિત શાહ 3 સપ્ટેમ્બરથી ગુજરાતના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે પહોંચવાના હતા. આ મુલાકાત દરમિયાન તેઓ વહીવટી અને જનકલ્યાણલક્ષી વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. જેમાં  હોસ્પિટલ પરિષર સાથે સંકળાયેલા આરોગ્યલક્ષી નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા નવી સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવાના હતા.

શાહ ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સુખાકારી અને વિકાસલક્ષી વિવિધ કામોનું અનાવરણ કરવાના હતા. તેમજ રેલવે તંત્ર તથા રાજ્ય સરકારના સંકલનથી તૈયાર થયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ સંબંધિત કાર્યક્રમો હતા.

પ્રવાસ અચાનક મુલતવી રહેતાં 3 થી 5 સપ્ટેમ્બરના તમામ નિર્ધારિત સત્તાવાર કાર્યક્રમો હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર, અમિત શાહના આગામી ગુજરાત પ્રવાસનું નવું શિડ્યુલ પછી નક્કી કરવામાં આવશે. નવી તારીખોની સત્તાવાર જાહેરાત થયા બાદ આ તમામ બાકી રહેલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો ફરી આયોજીત કરવામાં આવશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch