Wed,19 February 2025,8:28 pm
Print
header

ઉત્તરાખંડથી આવ્યા મોટા સમાચાર, દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય બન્યું

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાંથી મોટા સમાચાર સામે આવ્યાં છે. યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં મુકી દેવામાં આવ્યો છે. આ સાથે ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. UCC ના અમલીકરણથી ખાસ કરીને તમામ ધર્મની મહિલાઓને સમાન અધિકાર મળશે.

યુસીસી પોર્ટલ અને નિયમોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શું કહ્યું ?

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ UCC પોર્ટલ અને નિયમોના લોન્ચિંગ સમયે કહ્યું કે આજે ઉત્તરાખંડમાં UCC લાગુ કરીને અમે બંધારણના નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજથી જ ઉત્તરાખંડમાં UCC સંપૂર્ણ રીતે લાગુ થઈ ગયું છે. આજથી તમામ ધર્મની મહિલાઓને સમાન અધિકાર મળશે. આ અવસરે ઉત્તરાખંડના તમામ લોકો વતી હું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું કારણ કે તેમના માર્ગદર્શન હેઠળ આજે અમે રાજ્યમાં આ કાયદો લાગુ કરવામાં સફળ રહ્યાં છીએ.

ઉત્તરાખંડમાં UCC લાગુ થયા પછી શું બદલાશે ?

- UCC લાગુ થયા બાદ લગ્નની નોંધણી ફરજિયાત
- કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાય માટે છૂટાછેડાનો સમાન કાયદો હશે
- દરેક ધર્મ અને જાતિની છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હશે
- ઉત્તરાખંડમાં હલાલા અને ઈદ્દત જેવી પ્રથાઓ બંધ કરવામાં આવશે.
- મિલકતમાં છોકરાઓ અને છોકરીઓનો સમાન હિસ્સો હશે.
- લિવ-ઇન સંબંધો માટે નોંધણી જરૂરી
- જો લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા લોકોની ઉંમર 18 અને 21 વર્ષથી ઓછી હોય તો માતા-પિતાની સંમતિ લેવી પડશે.
- લિવ-ઇન મેરેજમાંથી જન્મેલા બાળકને વિવાહિત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે.
- અનુસૂચિત જનજાતિને યુનિફોર્મ સિવિલ કોડમાંથી બાકાત રાખવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch