Thu,18 April 2024,6:10 am
Print
header

ઝેલેન્સકીનો દાવો, જો પશ્વિમી દેશો મદદ કરશે તો રશિયાને વર્ષના અંત સુધીમાં હરાવી દઈશું- Gujarat Post

જર્મનીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે જો પશ્ચિમ તરફથી મદદ ચાલુ રહેશે તો યૂક્રેન આ વર્ષના અંત સુધીમાં રશિયાને હરાવી શકે છે. ઝેલેન્સકી જર્મનીના પ્રવાસ પર ગયા હતા, જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યાં હતા. ઝેલેન્સકીએ જર્મનીને મદદ કરવા બદલ સ્કોલ્ઝનો પણ આભાર માન્યો.

યૂક્રેનના રાષ્ટ્રપતિએ જર્મન ચાન્સેલરને મળ્યાં બાદ મીડિયા સાથે વાત કરતા આ મોટો દાવો કર્યો હતો. યુએસ પછી જર્મની યૂક્રેનને સહાય આપનાર બીજો સૌથી મોટો દેશ છે. ઝેલેન્સકીની મુલાકાત પર, જર્મન સરકારે યૂક્રેનને નવી સહાયની જાહેરાત કરી છે. જે અંતર્ગત જર્મની યૂક્રેનને લેપર્ડ બેટલ ટેન્ક, બખ્તરબંધ વાહનો, ચાર નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરના દિવસોમાં યૂક્રેન તરફથી રશિયા સામે આક્રમક હુમલાની વાત થઈ રહી છે, ત્યારે ઝેલેન્સકીને પૂછવામાં આવ્યું કે શું યૂક્રેન હવે રશિયા સામે જવાબી કાર્યવાહી કરવા તૈયાર છે ? જવાબમાં ઝેલેન્સકીએ મજાકમાં કહ્યું કે આ માટે તેણે બીજી વિદેશ યાત્રા પર જવું પડશે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch