Fri,19 April 2024,7:48 am
Print
header

ઉદ્વવ સરકારનો નવો દાવ, મહારાષ્ટ્રમાં CBI તપાસ પહેલા લેવી પડશે સરકારની મંજૂરી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કરતા કેંદ્ર સરકાર સાથે જનરલ કન્સેન્ટ કરાર ખત્મ કરી આધિકારીક પત્ર જાહેર કર્યો છે. CBIએ હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ તપાસ શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે સામાન્ય સહમતી પાછી લઈ લીધી છે. ખોટા TRP કેસમાં CBIના કેસ નોંધ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું, સીબીઆઈનો ઉપયોગ રાજનૈતિક ભાવનાથી પ્રેરિત થઈ કરવામાં આવી રહ્યો હોય તેવી આશંકા છે. સીબીઆઈનો રાજકીય ફાયદા માટે દુરપયોગ થાય છે. અનિલ દેશમુખે કહ્યું પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોએ આ પ્રકારનો કરાર ખત્મ કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો ભાજપના નેતાઓએ એક સુરમાં વિરોધ કર્યો છે. પ્રવક્તા રામ કદમે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય તુઘલકી છે. રાજ્ય સરકારને પોતાના દેશની તપાસ એજન્સીની કઈ વાતનો ડર સતાવે છે. પાલઘર સાધુ હત્યાકાંડમાં રાજ્ય સરકાર કંઇ છુપાવતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુંના કેસની તપાસ CBIને સોંપવા માટે મહારાષ્ટ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો.કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને કોર્ટે તપાસ CBIને સોંપીને મુંબઈ પોલીસને તપાસમાં મદદ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે હાલમાં તો ઉદ્ધવ સરકારે નવો દાવ ખેલીને ભાજપની બધી ચાલ નિષ્ફળ કરી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch