Tue,17 June 2025,10:35 am
Print
header

મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-11 09:23:37
  • /

આરોપીઓ સિમેન્ટ અને લોખંડની કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂટર હોવાનું આવ્યું સામે, ટાર્ગેટ પૂરો કરતાં ટ્રિપ ઓફર થઈ હતી

ઈવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટના સંચાલકોએ કરી હતી

ઉદેપુરઃ ઉદેપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં સુખેર પોલીસ સ્ટેશને ડમી ગ્રાહક બની ખાસ ઓપરેશન પાર પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં 14 યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રેડ પાડીને 15 લોકોની ધરપકડ કરી હતી. આરોપી બધા ગુજરાતના છે, જેમાં 9 રાજકોટના રહેવાસી છે. આ તમામ સિમેન્ટ અને લોખંડની કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂટર છે અને ટાર્ગેટ પૂરો કરતાં ટ્રિપ ઓફર થઈ હતી.

પોલીસને બાતમી મળી હતી કે, સ્વર્ણગઢ રિસોર્ટમાં દેહવ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. જેને લઈને પોલીસ ડમી ગ્રાહક બનીને ત્યાં પહોંચી હતી. ડમી ગ્રાહકે રિસોર્ટના સંચાલક હર્ષવર્ધનસિંહ અને નરગિસને મળ્યાં હતા અને તેમની સાથે વાતચીત થયા બાદ સંચાલકોએ યુવતીઓ બતાવી હતી. દેહવ્યાપાર થતો હોવાની ખરાઈ થતાં પોલીસ ત્રાટકી હતી. જેથી ભાગદોડ મચી હતી જેનો લાભ લઈને સંચાલકો ભાગી ગયા હતા. પણ 15 ગ્રાહકોને ઝડપી લેવાયા હતા અને 14 યુવતીઓની પણ અટકાયત કરાઈ હતી.

આ યુવતીઓ દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, કોટા અને રાજસ્થાનની હતી. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch