Fri,19 April 2024,10:38 am
Print
header

ઘરમાં હોમવર્ક કરતી 8 વર્ષની બાળકીને માથામાં વાગી ગોળી, બહારથી ફાયરિંગ કરનારની શોધખોળ

શિકાગોઃ અમેરિકાના નોર્થઈસ્ટ ઈન્ડિયાનામાં રહેતી એક આઠ વર્ષની બાળકી તેના ઘરમાં હોમવર્ક કરતી હતી. આ દરમિયાન અચાનક એક ગોળી પાતળી દિવાલ વીંધીને આવી અને તેના માથામાં ઘૂસી ગઈ હતી. જે બાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ગોળી કોણે ચલાવી તે જાણી શકાયું નથી. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

ઈસ્ટ શિકાગો પોલીસના ડેપ્યુટી ચીફ જોસ રિવેરાએ કહ્યું, મામલાની પ્રારંભિક તપાસમાં બાળકીના ઘરની બહાર કોઈ ફાયરિંગ કરતું હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિએ ચલાવેલી ગોળી દિવાલ વીંધીને બાળકીના માથામાં લાગી હતી. જો કે સદનસીબે તેનો બચાવ થયો છે. અમેરિકામાં તાજેતરના દિવસોમાં ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્રણ દિવસ પહેલા હ્યુસ્ટન સ્થિત એક એપાર્ટમેન્ટમાં ગોળીબારમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું.હ્યુસ્ટનની ઘટનામાં પોલીસે જણાવ્યું કે, આરોપીએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં પોલીસ અધિકારીનું મોત થયું હતું તથા એક કિશોર ઘાયલ થયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch