Thu,25 April 2024,11:00 pm
Print
header

પ્રેમીએ પ્રેમિકાના બર્થ ડે પર ફાયરિંગ કરીને 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, ખુદને પણ ગોળી મારી

કોલોરાડોઃ અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના બની છે કોલોરાડો ગોળીબારથી ધણધણી ઉઠ્યું છે. બર્થ ડે પાર્ટીમાં થયેલા ફાયરિંગમાં સાત લોકોના મોત થઇ ગયા છે. ગર્લફ્રેન્ડના ઘરે થયેલી બર્થ ડે પાર્ટીમાં તેના પ્રેમીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે કોલોરાડોના કેંટરબરી મોબાઈલ હોમ પાર્કમાં બર્થ ડે પાર્ટી ચાલતી હતી ત્યારે હથિયારધારી એક યુવકે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતુ. જેમાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા.જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાનું તેનું મોત થયું હતું.

ફાયરિંગ કરનારા યુવકે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં પાર્ટી ચાલતી હતી તે કથિત રીતે તેની ગર્લફ્રેન્ડનું  હતું. ફાયરિંગમાં ગર્લફ્રેન્ડનું પણ મોત થયું છે. સૂચના મળતાં સ્થળ પર પહોંચેલી પોલીસે જણાવ્યું કે 6 લોકોના મૃતદેહ પડ્યા હતા. શંકાસ્પદ શૂટર પાર્ટીમાં એક મહિલાનો પ્રેમી હતો. પાર્ટીમાં તેના મિત્રો, પરિવારના લોકો અને બાળકો પણ સામેલ હતા. શૂટરે ખુદને ગોળી મારતાં પહેલાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આ લોકો માર્યા ગયા હતા. ફાયરિંગની ઘટનાના પગલે આ વિસ્તારમાં ભયનો માહોલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch