Fri,28 March 2025,2:20 am
Print
header

આજે મળશે ટ્રમ્પ અને મોદી, વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

વોંશિગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમેરિકાની મુલાકાતે પહોંચ્યાં છે. તેઓ ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યાં હતા. જ્યાં ભારતીય સમૂદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજે રાત્રે પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળશે. બંને સાથે ડિનર કરશે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ઊર્જા, સંરક્ષણ અને ઈમિગ્રેશન પર ચર્ચા કરશે. પીએમ મોદીના પ્રતિનિધિમંડળની કુલ 6 બેઠકો થશે.

પીએમ મોદીનો અમેરિકન પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકામાં ભારે ઠંડી પડી રહી છે. પરંતુ હિમવર્ષા છતાં પીએમ મોદીની મુલાકાતને લઈને ભારતીય લોકોનો ઉત્સાહ યથાવત છે. વોશિંગ્ટન પહોંચતા પીએમ મોદીએ કહ્યું કે કડકડતી ઠંડીમાં હાર્દિક સ્વાગત છે. ઠંડા વાતાવરણ છતાં વોશિંગ્ટન ડીસીના ભારતીય સમુદાયે મારું વિશેષ સ્વાગત કર્યું. હું તેમનો આભારી છું. જ્યારે ટ્રમ્પ અને મોદી વ્હાઇટ હાઉસમાં મળશે.

આજે રાત્રે વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. PM મોદી એવા ચોથા વિદેશી નેતા છે જે ટ્રમ્પને મળશે. આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુ, જાપાનના વડાપ્રધાન અને જોર્ડનના રાજા અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યાં છે.

વોશિંગ્ટન પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મળવા માટે આશાવાદી છે. અમે અમારા લોકોની સુખાકારી અને અમારી પૃથ્વીના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. પીએમ મોદી આજે ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ ઘણા બિઝનેસ લીડર્સ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.

PM મોદીનું ટ્રમ્પ સાથે ખાનગી ડિનર

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આયોજિત વ્હાઇટ હાઉસમાં એક ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં પીએમ મોદી હાજરી આપશે. બેઠક પહેલા અને પછી બંને નેતાઓ ઓવલ ઓફિસમાં મીડિયાને સંબોધશે. બધાની નજર પીએમ મોદીની એલોન મસ્ક સહિત અમેરિકન ઉદ્યોગપતિઓ સાથેની બેઠકો પર પણ રહેશે.  

નોંધનીય છે કે પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ હાલમાં જ 104 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પાછા મોકલ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch