Wed,16 July 2025,7:50 pm
Print
header

અમેરિકાના ટેક્સાસમાં તબાહી...પૂરને કારણે 43 લોકોનાં મોત, કેમ્પિંગ કરવા ગયેલી 23 છોકરીઓ ગુમ

  • Published By Mahesh patel
  • 2025-07-06 09:04:11
  • /

વોશિંગ્ટનઃ શુક્રવારે સવારે ટેક્સાસમાં શક્તિશાળી વાવાઝોડા સાથે આવેલા પૂરને કારણે, ગુઆડાલુપ નદી લગભગ 45 મિનિટમાં 26 ફૂટ વધી ગઈ હતી. અચાનક આવેલા પૂરને કારણે નવ બાળકો સહિત 50 લોકોનાં મોત થયા છે. સમર કેમ્પમાં ગયેલી 23 છોકરીઓ સહિત અનેક લોકો ગુમ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે

નદી કિનારે 750 વિદ્યાર્થીઓનું એક જૂથ કેમ્પ કરી રહ્યું હતું. સેન્ટ્રલ કેર કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચ (25 સેમી) વરસાદ પડ્યો હતો. બચાવ ટીમો ગુમ થયેલી છોકરીઓને શોધી રહી છે. લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યાં છે.

ઝાડ પરથી છ લોકોને બચાવી લેવામાં આવ્યાં

કેટલાક લોકોને ઝાડ પરથી બચાવી લેવામાં આવ્યા. બોટ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ટેક્સાસના કેર કાઉન્ટીમાં ભારે પૂર બાદ 800 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે બચાવ કામગીરી ચાલું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય ટેક્સાસમાં આવેલા પૂરને વિનાશક ગણાવ્યું અને સરકાર તાત્કાલિક ફેડરલ સહાય આપશે. નેશનલ વેધર સર્વિસે દક્ષિણ-મધ્ય ટેક્સાસ હિલ કન્ટ્રીના કેર કાઉન્ટીના કેટલાક ભાગોમાં અચાનક પૂરની કટોકટી જાહેર કરી છે.

વાવાઝોડાના કારણે ભારે પૂર આવ્યું

સાન એન્ટોનિયોથી લગભગ 105 કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. તોફાનને કારણે થયેલા વરસાદને કારણે ત્યાં ઘણું પાણી ભરાઈ ગયું હતું. નેશનલ વેધર સર્વિસના ઓસ્ટિન-સાન એન્ટોનિયો ઓફિસના હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટીના જણાવ્યાં અનુસાર, નદીમાં પાણી ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.

સવારના સમયે ગુઆડાલુપ નદી 26 ફૂટ સુધી વધી ગઈ હતી. કેર કાઉન્ટી શેરિફ ઓફિસ ફેસબુક પેજ પર લોકોએ પ્રિયજનોના ફોટા પોસ્ટ કર્યા અને તેમને શોધવામાં મદદ માટે વિનંતી કરી છે. નવ બચાવ ટીમો, 14 હેલિકોપ્ટર અને 12 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વધુ વરસાદની આશંકા

નેશનલ વેધર સર્વિસના જેસન રુન્યાને જણાવ્યું કે મધ્ય ટેક્સાસમાં ધીમી ગતિએ આગળ વધતા વાવાઝોડાને કારણે વધુ ભારે વરસાદ અને પૂરની અપેક્ષા છે. તેમણે કહ્યું કે આ ખતરો રાતોરાત અને રવિવાર સવાર સુધી ચાલુ રહી શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch