Mon,09 December 2024,12:34 pm
Print
header

અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

વોશિંગ્ટનઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની પર લાંચ આપવાનો આરોપ લાગ્યાં બાદ અમેરિકાથી લઈને ભારત સુધી ખળભળાટ મચી ગયો છે. આ અહેવાલ આવ્યાં બાદ અદાણીના શેર્સમાં ગાબડાં પડી ગયા છે. અદાણી પર લાગેલા આરોપ વચ્ચે અમેરિકાના વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન સામે આવ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કરીન જીન-પિયરે કહ્યું કે, અમે અદાણી પર લાગેલા આરોપોથી વાકેફ છીએ. તેમની સામેના આરોપો જાણવા અને સમજવા માટે અમારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે જવું પડશે. જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો સવાલ છે, હું માનું છું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો છે, મને ખાતરી છે કે આ સંબંધો ભવિષ્યમાં પણ સારા રહેશે. ખરેખર, આ એક એવો મામલો છે, જેના સંબંધમાં તમે SEC અને DOJ સાથે સીધી વાત કરી શકો છો. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે.

ઉલ્લેખનીય છે કે યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ તેમજ અમેરિકાના પ્રોસિક્યુટરે અદાણી ગ્રીનના બોર્ડ સભ્યો પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડૉલરની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અદાણી ગ્રુપ પર આરોપ છે કે, તેઓ 265 મિલિયન ડૉલરનો બૉન્ડ ઇશ્યૂં લાવીને ફંડ ભેગું કરવા માંગતા હતા. આ ફંડનો ઉપયોગ તેઓ ભારતના અધિકારીઓને લાંચ આપવા કર્યો છે. અદાણી ગ્રીનને એક પ્રોજેક્ટ મેળવવો હતો. આ ફંડ ભેગું કરવામાં પણ અદાણી ગ્રુપે નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch