Fri,28 March 2025,1:38 am
Print
header

અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post

વોશિંગ્ટન ડીસીઃ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાની સત્તા સંભાળી છે ત્યારથી ગેરકાયદેસર વસતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતીયો સહિત અનેક દેશના લોકોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 350 જટેલા ભારતીયોને ત્રણ ફ્લાઇટમાં ઘરભેગા કરવામાં આવ્યા છે, જેમાંથી 74 ગુજરાતી પણ છે.

હવે વ્હાઇટ હાઉસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં હાથકડીથી બાંધેલા ભારતીયોના ફોટા અને વીડિયો બાબતે હોબાળો થયો છે.
વ્હાઇટ હાઉસના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરાયેલા 41 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. એક પોલીસ અધિકારી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરતા દેખાય છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ અધિકારી તે વ્યક્તિને હાથકડી પહેરાવે છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો બાંધીને લઈ જવાતા દેખાય છે. જો કે આ વીડિયોમાં જે વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી, પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ જોઈ શકાય છે. એક બીજી ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો દેખાય છે. તેના પગમાં બેડીઓ બાંધેલી છે. આ વીડિયોને લઈ વિવાદ શરૂ થયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Watch

Watch