Wed,19 February 2025,9:37 pm
Print
header

અમેરિકન સેનાનું બ્લેક હોક હેલિકોપ્ટર પ્લેન સાથે અથડાયું, તમામ 67 લોકોનાં મોત- Gujarat Post

ફ્લાઇટમાં 60 પેસેન્જર્સ અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા

હેલિકોપ્ટરમાં યુએસ આર્મીના 3 જવાનો સવાર હતા

વોશિંગ્ટનઃ ડીસીના રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અમરિકાન એરલાઈન્સનું પેસેન્જર વિમાન યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું અને પોટોમેક નદી કિનારે ક્રેશ થયું હતું. વિમાનમાં 64 લોકો સવાર હતાં. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી, મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં નદીમાંથી 67 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. ડીસીમાં પોટોમેક નદી પર બચાવ કામગીરી ચાલુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  ઘટના અંગે જણાવ્યું, મને રીગન નેશનલ એરપોર્ટ પર થયેલા ભયાનક અકસ્માત વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે. અમારા ફર્સ્ટ રિસ્પોન્ડરસ દ્વારા કરવામાં આવી રહેલા ઝડપી કાર્ય બદલ આભાર. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જેમ જેમ પરિસ્થિતિ  સ્પષ્ટ થશે તેમ તેમ વધુ વિગતો આપીશ. નવા સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે પેન્ટાગોન પણ પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે.

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 માં 60 પેસેન્જર્સ અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાઈટે કેન્સાસના વિચિટાથી ટેકઓફ કર્યું હતું. વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં એક મિલિટરી હેલિકોપ્ટર સામેલ હતું. બિનસત્તાવાર માહિતી મુજબ કે હેલિકોપ્ટરમાં 3 યુએસ આર્મીના જવાનો સવાર હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch