Sat,20 April 2024,4:44 am
Print
header

ચીનની આક્રમક કાર્યવાહીનો ભારતે સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો, અમેરિકાના વિદેશ પ્રધાનનું નિવેદન

વોશિંગ્ટન: ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ અને સરહદે તણાવ મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું કે ચીનની અત્યંત આક્રમક ગતિવિધિઓનો ભારતીયોએ સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ચીનની ક્ષેત્રિય વિવાદોને ઉકસાવવાની પ્રવૃત્તિ રહી છે.દુનિયાએ તેની આ દાદાગીરી ચલાવી લેવી જોઈએ નહીં. 

પોમ્પિઓએ પત્રકાર પરિષદમાં કહ્યું કે 'મેં વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે ચીન મામલે અનેક વાર વાત કરી છે. ચીને અત્યંત આક્રમક ગતિવિધિઓ કરી છે. ભારતીય સેનાએ અને પીએમે પણ તેનો સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે.' ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેંગોન્ગ ત્સો, ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિંગ સહિત પૂર્વ લદાખના અનેક વિસ્તારોમાં સંઘર્ષની સ્થિતિ છે. 

ચીનની સેનાએ સોમવારે ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિગથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાનું શરૂકર્યું. આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે લાંબી વાતચીત કરી હતી. ડોભાલ અને વાંગ ભારત-ચીન સરહદ વાર્તાના વિશેષ પ્રતિનિધિ પણ છે.નોંધનિય છે કે મોદી સરકારે ચીનને સ્પષ્ટ સંભળાવી દીધું હતુ કે અમે કોઇ પણ સ્થિતિનો જવાબ આપતા તૈયાર છીએ ત્યાર પછી ચીની સેના એલએસી પરથી પાછી હટી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar