Wed,15 July 2026,12:15 am
Print
header

ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત

  • Published By Panna Patel
  • 2026-06-09 08:45:20
  • /

વોંશિગ્ટનઃ H-1B વિઝા પર અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે રાહતના સમાચાર છે. અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની H-1B વિઝા પર $100,000 (આશરે 85 લાખ રૂપિયા) ની ભારે ફી લાદવાની યોજનાને ગેરકાયદેસર જાહેર કરી છે અને તેને રદ કરી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી ભારતીય IT વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. 

અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના નિયમને રદ કર્યો છે, જેમાં નવા H-1B વિઝા માટે $100,000 ફી ફરજિયાત હતી. બોસ્ટનના ન્યાયાધીશ લીઓ સોરોકિને ચુકાદો આપ્યો કે રાષ્ટ્રપતિ પાસે આવો કર લાદવાનો અધિકાર નથી, કારણ કે તેને કોંગ્રેસની મંજૂરીની જરૂર છે.કોર્ટે તેના ચૂકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ફી ટેક્સનું જ એક સ્વરૂપ છે અને તેના અમલીકરણ માટે કાયદાકીય જોગવાઇઓ જરૂરી છે.

ટ્રમ્પનો શું તર્ક હતો ?

ટ્રમ્પ વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે દલીલ કરી હતી કે ઘણી કંપનીઓ અમેરિકન કામદારોને ઓછા પગાર પર વિદેશી કામદારોથી બદલી રહી છે. તેથી, તેઓએ ફી વધારીને વિદેશી ભરતી ઘટાડવાનો પ્રયાસ કર્યો.

ભારતીયો પર નોંધપાત્ર અસર પડી રહી હતી

H-1B વિઝાથી ભારતીય IT વ્યાવસાયિકોને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. ફીમાં ભારે વધારા બાદ, યુએસ કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખવામાં અનિચ્છા દર્શાવી હતી. જેનાથી ભારતના હજારો એન્જિનિયરો અને ટેકનિકલ નિષ્ણાતો પર અસર પડી હતી. USCIS ના ડેટા અનુસાર, H-1B વિઝા માટેની અરજીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઘણા ભારતીયોએ નવી નોકરી ન મળવાને કારણે ભારત પાછા ફરવાની ફરજ પડી હતી.

ભારતીયોને મોટી રાહત મળી

કોર્ટના નિર્ણય બાદ, H-1B વિઝા ફી તેમના સામાન્ય સ્તરે રહેશે. જેનાથી ભારતીય IT કંપનીઓ, એન્જિનિયરો અને યુએસમાં નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનોને રાહત મળશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch