Thu,25 April 2024,7:29 am
Print
header

USની કાર્યવાહી, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સની ફ્લાઈટ્સ પર મૂક્યો પ્રતિબંધ

વોશિંગ્ટનઃ પાકિસ્તાન એક આતંકવાદી દેશ તરીકે વિશ્વમાં બદનામ તો છે જ. હવે પાઇલોટોની બાબતમાં પણ તેની આબરૂના ધજાગરા ઉડ્યાં છે, બોગસ પાયલટો મુદ્દે હવે અમેરિકાએ પણ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સ (PIA) ઉપર કાર્યવાહી કરી છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન વિભાગે કહ્યું છે કે પાકિસ્તાનના પાયલોટના લાયસન્સ અને સર્ટિફિકેટને લઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FDA)એ ચિંતા વ્યક્ત કરી હતી. અમે PIAથી અમેરિકામાં ચાર્ટર પ્લેન્સ ઓપરેટ કરવાની પરમિશન પરત લીધી છે. અમેરિકામાં PIAની ચાર્ટર સેવાની પરમિટ રદ્દ કરાઈ છે.

કુવૈત, ઈરાન, જોર્ડન અને UAE જેવા મુસ્લિમ દેશ પહેલેથી જ PIA અને પાકિસ્તાન પાયલટ ઉપર બેન મૂકી ચૂક્યાં છે. ત્યાર પછી વિયતનામ, બ્રિટન અને મલેશિયાએ પણ આ નિર્ણય લીધો છે.તેની સાથે યુરોપીય યૂનિયન સેફ્ટી એજન્સીએ પોતાના 32 સભ્ય દેશોને કહ્યું છે કે તેઓ તાત્કાલિક પાકિસ્તાનના પાયલટ ઉપર બેન લગાવે.

પાકિસ્તાને 34 પાયલટોના લાયસન્સને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે.આ તમામના લાયસન્સ શંકાના ઘેરામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ નોકરીમાંથી હટાવવામાં આવેલા પાયલટોમાં બે મહિલા પાયલટ પણ છે. એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યું છે કે આ કેસ સામે આવ્યાં પછી અમારી પ્રતિષ્ઠા જોખમમાં છે. પાકિસ્તાનની આ સરકારી એરલાયન્સમાં 850 પાયલટ છે. તેમાંથી 262 પર પ્લેન ઉડાવવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ તમામ પાયલટના લાયસન્સ, ફ્લાય ઓકે સર્ટિફિકેટ અને ડિગ્રીઓની તપાસ થઈ રહી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch