Fri,19 April 2024,5:46 am
Print
header

અમેરિકન સિંગર Lady Gaga ના ચોરાયેલા ડોગ્સ મળ્યાં, રૂ.3.68 કરોડ રાખ્યું હતું ઈનામ

લોસ એંજેલિસઃ અમેરિકાની જાણીતી સિંગર લેડી ગાગાના ચોરી થયેલા ફ્રેંચ બુલ ડોગને લોસ એન્જેલિસ પોલીસે શોધી કાઢ્યા છે. પોલીસે કહ્યું કે, એક મહિલા લેડી ગાડાના બંને ડોગ્સને લઈ ઓલિંપિક કમ્યુનિટી પોલીસ સ્ટેશનમાં લઈને આવી હતી. આ ડોગ્સના નામ કોઝી અને ગુસ્તાવ છે.

પોલીસે લેડી ગાગાના પ્રવક્તાને બોલાવીને આ ડોગ્સ તેના જ હોવાની પુષ્ટિ કરી હતી. લેડી ગાગાના ડોગ કયા ઈરાદે ચોરવામાં આવ્યાં હતા અને પરત કરનારી મહિલા પાસે કેવી રીતે પહોંચી ગયા તે વાતની જાણકારી હાલ મળી શકી નથી. થોડા દિવસો પહેલા એક યુવક લેડી ગાગાના ડોગ સાથે ચાલતો જતો જોવા મળ્યો હતો.

થોડા દિવસ પહેલા એક બંદૂકધારી યુવક બંને કૂતરાને લઈને ભાગ્યો હતો અને 30 વર્ષીય યુવકને ગોળી ધરબી દીધી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સેલિબ્રિટી વેબસાઇટ ટીએમઝેડ મુજબ લેડી ગાગા તેના ડોગ્સને ખૂબ પ્રેમ કરે છે કોઈપણ પ્રકારે તેને પરત મેળવવા માંગતી હતી.

આ માટે લેડી ગાગાએ એક ઈમેલ આઈડી પણ જાહેર કર્યું હતું. ઉપરાંત કોઝી અને ગુસ્તાવને શોધી આપનાર માટે 3.68 કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી હવે આ ઇનામને લઇને કોઇ નિર્ણય કરાશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch