Tue,18 November 2025,6:39 am
Print
header

શું ટ્રમ્પ ફરી નિશાન પર હતા ? કેલિફોર્નિયામાં રેલી દરમિયાન બંદૂક સાથે ઝડપાયો એક વ્યક્તિ- Gujarat Post

  • Published By
  • 2024-10-14 09:04:16
  • /

Donald Trump: કેલિફોર્નિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલી દરમિયાન બંદૂક અને લોડેડ હેન્ડગન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સિક્રેટ સર્વિસે કહ્યું કે તે ધરપકડથી વાકેફ છે. શનિવારે થયેલી આ ઘટના દરમિયાન જ આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. એફબીઆઈ અને યુએસ એટર્ની ઓફિસ આ મામલે તપાસ કરી રહી છે.

રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે આ વ્યક્તિની ઓળખ લાસ વેગાસના 49 વર્ષીય વેમ મિલર તરીકે થઈ છે. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હવે તેની સુનાવણી 2 જાન્યુઆરીએ કોર્ટમાં થશે. રેલીની નજીક ચેકપોઇન્ટ સંભાળતા ડેપ્યુટીઓએ મિલરની ધરપકડ કરી હતી. તે લોડેડ બંદૂક અને મેગેઝિન લઈને આવ્યો હતો. જેથી તેની ધરપકડ કરી હતી.

આ પહેલા પણ ટ્રમ્પને બે વખત નિશાન બનાવવામાં આવ્યાં હતા. પેન્સિલવેનિયામાં ટ્રમ્પના કાન નજીકથી ગોળી પસાર થઈ ગઈ હતી અને બીજી વખત ફ્લોરિડાના ગોલ્ફ કોર્સમાં જ્યારે ગોલ્ફ કોર્સની બહાર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch