Thu,20 January 2022,5:00 pm
Print
header

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કર્યો રશિયાના રાષ્ટ્રપતિને ફોન, આપી આ ધમકી– Gujarat Post

(પુતિનને ફોન કરતાં યુએસ પ્રેસિડેન્ટ બાઇડેનની તસવીર)

બાઇડેન-પુતિન વચ્ચે 50 મિનીટ થઈ વાતચીત

યુક્રેન સાથે તણાવ ઓછો કરવાની અપીલ કરી

રશિયા નહીં માને તો અમેરિકા અને તેના સહયોગી દેશો આપશે જવાબ 

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (US President Joe Biden) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Putin) સાથે ફોન પર વાત કરી છે. આ કોલ લગભગ 50 મિનિટનો હતો. વ્હાઇટ હાઉસના (White House) જણાવ્યાં અનુસાર બાઇડેને પુતિનને સ્પષ્ટ કહી દીધું છે કે જો રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે અથવા યુક્રેન સાથે તણાવ ઓછો નહીં કરે તો અમેરિકા અને તેના સહયોગી દેશો નિર્ણાયક જવાબ આપશે. ગુરુવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે જો બાઇડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને તેમને યુક્રેન સાથે તણાવ ઓછો કરવા અપીલ કરી.

યુએસ પ્રમુખ જો બાઇડેને પુતિન સાથેની વાતચીતમાં આવતા વર્ષની શરૂઆતમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક વાટાઘાટો (Bilateral Strategic Stability Dialogue) શરૂ થવાની તૈયારી સાથે કૂટનીતિ માટે સમર્થન (support for diplomacy) વ્યક્ત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થાય ત્યારે જ આ મંત્રણાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ શકે છે.  

યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ યુક્રેનને ચેતવણી આપી છે કે રશિયા જાન્યુઆરી સુધીમાં તેના પર મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.જો બાઇડેન અને પુતિન વચ્ચે યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ છે. બુધવારે જ અમેરિકન નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એમિલી હોર્ને આ વિશે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બાઇડેન વહીવટીતંત્ર અમારા યુરોપિયન સહયોગીઓ સાથે રાજદ્વારી વાટાઘાટો ચાલુ રાખશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch