વધુ સમય જહાજ પર રહેલા સૈનિકો તૂટી પડ્યાં છે
અનેક મહિલાઓની ડ્યૂટી પછી ઘરે જવા માંગે છે સૈનિકો
વોંશિગ્ટનઃ યુએસ વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન પર સવાર નૌસેનિકોએ દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. લશ્કરી પરિવારો અને યુએસ સાંસદોએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ અસહ્ય બની રહી છે.
યુએસએસ વોશિંગ્ટન જે તાજેતરમાં વિયેતનામના દા નાંગથી રવાના થયું હતું અને સિંગાપોર સ્ટ્રેટ અને મલાક્કા સ્ટ્રેટમાંથી પસાર થયું હતું, તે હવે હિંદ મહાસાગર તરફ આગળ વધી રહ્યું છે.
શું નૌસેનિકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ?
ધ ગાર્ડિયન અને ધ હિલમાં પ્રકાશિત અહેવાલો અનુસાર, એવી ઘણી ઘટનાઓ બની છે જ્યાં નૌસેનિકોએ દરિયામાં કૂદવાનું વિચાર્યું હતું અથવા પ્રયાસ કર્યો હતો. એક ક્રૂ સભ્યને બીજા સૈનિકો દ્વારા અટકાવવામાં આવ્યાં હતા. હવે, તે નૌસેનિકોના પરિવારોએ પણ જહાજમાં રહેલા લોકોમાં આત્મહત્યાના વિચારો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડેમોક્રેટિક કોંગ્રેસમેન માઇક લેવિને નૌસેનિકોની પરિસ્થિતિઓનું વર્ણન કરતા કહ્યું કે તેમને વરસાદ, તૂટેલા શૌચાલય, લાંબા સમય સુધી ગરમ પાણી ન મળવું અને ખોરાક તરીકે માત્ર અડધો કપ ચોખા અને બે રોટી ખાઇને રહેવું પડે છે. તેમની પાસે સાબુ અને ટૂથપેસ્ટ પણ નથી.
ગયા ગુરુવારે, સાન ડિએગોમાં લગભગ 200 પરિવારના સભ્યો માટે ટાઉન હોલ મીટિંગ યોજાઈ હતી. એક મહિલાએ અધિકારીઓને જણાવ્યું હતું કે તેમના પતિએ તે દિવસે વહેલી સવારે તેમને મેસેજ કર્યો હતો, અને કહ્યું હતું કે તે કાલે સવારે ઉઠશે નહીં. વારંવાર તૈનાતી લંબાવ્યાં પછી તેમના પતિએ દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો.
યુએસ નેવીએ શું કહ્યું ?
ધ ગાર્ડિયન અનુસાર, એક નૌકાદળ અધિકારીએ જણાવ્યું હતું કે, કમાન્ડ પાસે ઉપલબ્ધ માહિતીના આધારે, અમને જહાજ પર આત્મહત્યાના વિચારો અથવા આત્મહત્યાના પ્રયાસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. નૌસેનિકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રાથમિકતા છે. જહાજમાં સ્વચ્છ પાણી, કાર્યરત એસી અને સ્વસ્થ ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે. જો કે, યુ.એસ.એ આ દાવાને નકારી કાઢ્યો છે.
અબ્રાહમ લિંકન ક્યારે રવાના થયું?
યુએસ અધિકારીઓએ ધ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે પરિવારો અને સાંસદોએ એવા અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી છે કે લિંકન પર સવાર ખલાસીઓ 250 થી વધુ દિવસ દરિયામાં વિતાવ્યાં પછી ભારે થાક અને ખરાબ જીવનશૈલીનો ભોગ બન્યાં હતા. પરમાણુ સંચાલિત વાહક જહાજ પર સવાર લગભગ 5,000 નૌસેનિકો અને મરીન 21 નવેમ્બરના રોજ સાન ડિએગોથી રવાના થયા હતા.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17