Mon,09 December 2024,12:13 pm
Print
header

US Elections 2024: કેન્ટુકી, વર્જિનિયા અને ઇન્ડિયાનામાં ટ્રમ્પની જીત, કમલાની હાર નક્કિ જેવી

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન મોટાભાગની જગ્યાએ સમાપ્ત થઈ ગયું છે. એસોસિએટેડ પ્રેસના એક્ઝિટ પોલ અનુસાર કેન્ટુકી અને ઇન્ડિયાનામાં લીડ મેળવ્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને વેસ્ટ વર્જિનિયામાં જોરદાર લીડ મેળવી લીધી છે. વર્મોન્ટ, ન્યૂ હેમ્પશાયર અને વર્જિનિયામાં કમલા હેરિસ આગળ છે. રોયટર્સ અનુસાર ટ્રમ્પે કેન્ટુકી, વેસ્ટ વર્જિનિયા અને ઇન્ડિયાના જીત્યા છે. જ્યારે કમલા હેરિસ વર્મોન્ટમાં જીત્યા છે.

કેટલીક જગ્યાએ નકલી બોમ્બ હોવાના અહેવાલો છે તો કેટલીક જગ્યાએ વોટિંગ મશીનમાં ખરાબી હોવાના અહેવાલો છે. ખરાબ હવામાનના કારણે મતદાન પર પણ અસર પડી છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર રાષ્ટ્રપતિની રેસના પરિણામ નક્કી કરનારા કેટલાક નજીકના રાજ્યોના પરિણામો વહેલા આવવાની શક્યતા છે. જ્યારે અન્ય રાજ્યોમાં વધુ સમય લાગવાની ધારણા છે. જ્યારે નોર્થ કેરોલિના અને વિસ્કોન્સિનના પરિણામો પહેલા આવી શકે છે.

ફુલ્ટન કાઉન્ટી, જ્યોર્જિયા, પ્રાથમિક માહિતી અનુસાર બુધવારે પરિણામ આવવાની શક્યતા છે. મિશિગનના સેક્રેટરી ઑફ સ્ટેટે કહ્યું છે કે બુધવારે દિવસના અંત સુધીમાં પરિણામો આવી શકે છે. એરિઝોના, નેવાડા અને પેન્સિલવેનિયામાં હજુ થોડા દિવસો લાગી શકે છે. સંપૂર્ણ પરિણામ આવવામાં હજુ ઘણા દિવસો લાગશે તેની પાછળનું કારણ એ પણ છે કે કેટલીક જગ્યાએ વોટિંગ મશીનો ખરાબ હોવાની સમસ્યા સર્જાઈ છે. અમેરિકાના સેન્ટ્રલ આયોવા કાઉન્ટીમાં વોટિંગ મશીનમાં ખામી સર્જાવાને કારણે વોટિંગ ખોરવાઈ ગયું હતું. જ્યાં અંદાજે 100,000 લોકોનું ઘર છે. આ પરિણામોની જાણ કરવામાં વિલંબ લાગી શકે છે.

કમલા હેરિસની હાર દેખાઇ રહી છે

વિવિધ સર્વે મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ગાઢ મુકાબલો હતો પરંતું હવે કમલા પાછળ દેખાઇ રહ્યાં છે. જો કે જીત અને હારની આગાહી કરવા માટે કેટલાક વધુ રાજ્યોના ચૂંટણી પરિણામોની રાહ જોવી પડી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch