Wed,24 April 2024,7:35 pm
Print
header

USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલની CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

ગાંધીનગર: અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રીએ ગુજરાત યુએસએ વચ્ચે વ્યાપારિક અને આર્થિક સંબંધોની વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં યુએસએમાંથી 11.36 બિલીયન યુએસ ડૉલરનું એફડીઆઈ આવ્યું છે.

મુખ્યમંત્રીએ હાલમાં કાર્યરત 120 જેટલી યુએસ ઉદ્યોગ ઈન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઉદ્યોગો ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમની તત્પરતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ તેમજ ગુજરાતમાં આગામી માર્ચમાં યોજાનાર ડિફેન્સ એક્સપોમાં યુએસ ઉદ્યોગ અને પ્રતિનિધિમંડળને સહભાવી થવા આમંત્રણ આપ્યું છે.

યુએસએના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝે ગુજરાત સાથેના વ્યાપારિક સંબંધો, વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુએસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટિવ એપ્રોચ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોન્સ્યુલેટ જનરલને ખાસ કરીને કચ્છમાં જે હાઇબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે, તેમાં તેમજ ગિફટ સિટીમાં યુએસએની બેંકિંગ અને નાણાંકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તેવી અપીલ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch