(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
અમેરિકાની ધરતી પર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનો આ પ્રથમ ઈન્ટરવ્યૂ હતો
પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી કહ્યું, અમે ન્યૂયોર્કમાં છીએ અને અમેરિકામાં હિજાબ પહેરવાની પરંપરા કે કાનૂન નથી
ન્યૂયોર્કઃ ઇરાનમાં ચાલતા હિજાબ વિવાદની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યાં છે.ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ અમેરિકન પત્રકાર સાથેનો નિર્ધારિત ઇન્ટરવ્યૂં રદ કર્યો હતો.કારણ કે સામે પત્રકારે ઇન્ટરવ્યૂં દરમિયાન હિજાબ પહેરવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાનમાં મહસા અમિનીના મોત પર જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. હિજાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપસર અમિનીની ઇરાની પોલીસે અટકાયત કરી હતી.
US journalist denied interview with Iran President for not wearing hijab
— ANI Digital (@ani_digital) September 23, 2022
Read @ANI Story | https://t.co/Gg5Ny4J2r5#US #journalist #IranPresident #Hijab #Iran #Iranprotest #EbrahimRaisi pic.twitter.com/p5U7e2afeL
સીએનએનના ચીફ ઈન્ટરનેશનલ એન્કર ક્રિશ્ચિયન એમોનપુરે ટ્વિટર પર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સાથેનો તેમનો ઇન્ટરવ્યૂં રદ કરવાની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે તેમને ઇન્ટરવ્યૂં દરમિયાન હેડસ્કાર્ફ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, એમોનોપોરે તેનો ઇનકાર કર્યો હતો. જે બાદ ઇન્ટરવ્યૂં રદ કરવામાં આવ્યો હતો. તેમણે ઘણા ટ્વિટ્સ દ્વારા જણાવ્યું હતું કે તેમણે ઇન્ટરવ્યૂં દરમિયાન મહસા અમિનીના મૃત્યુંથી લઈને ઈરાન વિશે ઘણા પ્રશ્નો તૈયાર કર્યા હતા.
ક્રિશ્ચિયન એમોનપુરે લખ્યું, અમેરિકાની ધરતી પર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીનો આ પ્રથમ ઈન્ટરવ્યૂ હતો. તે યુનાઈડેટ નેશન્સની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્ક પ્રવાસે છે. અઠવાડિયાની મહેનત અને 8 કલાક ટ્રાન્સલેશન ડિવાઇસ સાથે પસાર કર્યાં બાદ અમે તૈયાર હતા પરંતુ રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસી આવવાનો કોઈ સંકેત ન મળ્યો. દરમિયાન તેમના સહયોગીએ આવીને કહ્યું, હિજાબ પહેરવો પડશે.કારણ કે મોહરમ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. જેથી મેં ના પાડીને કહ્યું અમે ન્યૂયોર્કમાં છીએ, અમેરિકામાં હિજાબ પહેરવાની પરંપરા કે કાનૂન નથી. જે બાદ તેમના સાથીએ ઈન્ટરવ્યૂ નહીં થાય તેમ સ્પષ્ટ કહી દીધું અને આ ઈન્ટરવ્યૂં ન થયો. ઈરાનમાં પ્રદર્શન ચાલુ છે અને લોકોના મોત થઈ રહ્યાં છે.
40 minutes after the interview had been due to start, an aide came over. The president, he said, was suggesting I wear a headscarf, because it’s the holy months of Muharram and Safar. 3/7
— Christiane Amanpour (@amanpour) September 22, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20