Fri,26 April 2024,4:33 am
Print
header

UP Elections: ભાજપે 107 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું ? જાણો યોગી ક્યાંથી લડશે ચૂંટણી- Gujarat Post

(ફાઈલ તસવીર)

  • યુપીમાં ભાજપે પ્રથમ લિસ્ટમાં 20 ધારાસભ્યોની કાપી ટિકીટ
  • ચૂંટણી પહેલા પાંચથી વધુ ધારાસભ્યોએ છોડ્યો પક્ષ
  • યોગી આદિત્યનાથ ગોરખપુરથી જ ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. ચર્ચાઓથી વિપરીત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી જ ચૂંટણી લડશે. અગાઉ ચર્ચાઓ હતી કે તેઓ અયોધ્યા બેઠક પર ઝંપલાવશે.ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સિરાધૂ સીટથી લડશે. ભાજપે પ્રથમ લિસ્ટમાં 20 સીટિંગ ધારાસભ્યોની ટિકીટ કાપી છે.

ભાજપે આજે 107 ઉમેદવારોની યાદી જાહેર  કરી છે.જેમાંથી 83 સીટિંગ ધારાસભ્યો હતા. દિલ્હીમાં મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે માત્ર થોડા જ ધારાસભ્યોને ફરીથી ટિકીટ મળશે. યોગી સરકારમાં સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ, ધરમ સિંહ સૈની સહિતના મંત્રીઓ અને તેમના સમર્થકો ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.

ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન

- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન

- 14 ફેબ્રુઆરીએ બીજા તબકકાનું મતદાન

- 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબકકાનું મતદાન

- 23 ફેબ્રુઆરીએ ચોથા તબકકાનું મતદાન

- 27 ફેબ્રુઆરીએ પાંચમાં તબકકાનું મતદાન

- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન

- 7 માર્ચે સાતમાં તબકકાનું મતદાન

- 10 માર્ચે ચૂંટણીનું પરિણામ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch