Fri,19 April 2024,11:04 pm
Print
header

કોંગ્રેસની મોટી જાહેરાત, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પહેલી યાદીમાં 50 મહિલાઓને આપી ટિકીટ- Gujarat Post

ઉન્નાવ રેપ પીડિતાની માતાને આપી ટિકીટ 

UP Election 2022: કોંગ્રેસે ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 50 મહિલાઓને ટિકીટ આપીને મોટો દાવ ખેલ્યો છે. ભાજપ કરતા આ વખતે કોંગ્રેસ વધારેમાં વધારે મહિલાઓને મોકો આપી રહી છે.ઉન્નાવ રેપ પીડિતાના માતાને ઉન્નાવથી કોંગ્રેસે ટિકીટ આપી છે.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને સતત 12 મો આંચકો લાગ્યો છે, વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. થોડા જ દિવસોમાં અનેક મંત્રીઓ અને નેતાઓએ ભાજપ છોડી છે.

શિકોહાબાદના ભાજપના ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપી દીધું છે. વર્માએ પણ સ્વામી પ્રસાદ મૌર્ય, દારાસિંહ ચૌહાણ સહિતના અન્ય નેતાઓની જેમ પોતાના પત્રમાં લખ્યું છે કે ભાજપ સરકારમાં દલિત, પછાત અને લઘુમતી સમુદાયના નેતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. સરકારમાં ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી છે.વર્માએ કહ્યું કે સ્વામી પ્રસાદ મૌર્ય તેમના નેતા છે અને મુકેશ વર્માએ પણ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch