Fri,26 April 2024,1:18 am
Print
header

શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post

નોઈડાઃ નોઈડાના સેક્ટર-93બીમાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તનના મામલામાં મુખ્ય આરોપી અને ભાજપના કથિત નેતા શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.સોમવારે સવારે નોઈડા ઓથોરિટી નોઈડાના સેક્ટર 93માં આવેલી ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં પહોંચી હતી અને શ્રીકાંત ત્યાગીના આવાસમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ટીમ હવે શ્રીકાંત દ્વારા કોમન એરિયા અને પાર્કિંગમાં કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવા કાર્યવાહી કરી રહી છે. નોઈડા ઓથોરિટીના કેટલાક લોકો પાવડા અને હથોડા ચલાવી રહ્યાં છે. સોસાયટીની અંદર ડોઝર પણ પહોંચી ગયું છે.

શ્રીકાંત ત્યાગી હાલ પોલીસ પકડથી બહાર છે. પોલીસ આરોપીની શોધમાં છે. શ્રીકાંતનું છેલ્લું લોકેશન ઉત્તરાખંડના ઋષિકેશમાં હતુ, પરંતુ તે અહીં ન હોવાનું જાણવા મળ્યું છે. નોઈડા પોલીસની ઘણી ટીમો શ્રીકાંત ત્યાગીને શોધી રહી છે. યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે સીએમએ સમગ્ર મામલાની માહિતી લીધી છે, અમે આરોપીઓને છોડીશું નહીં. કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં રહેતા શ્રીકાંત ત્યાગીનો શુક્રવારે મહિલાઓ સાથે કેટલાક રોપા વાવવાને લઈને વિવાદ થયો હતો. મહિલાઓએ શ્રીકાંત ત્યાગી પર જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીકાંતે એક મહિલા સાથે અભદ્ર વર્તન કરીને તેને ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપી નેતા વિરુદ્ધ છેડતીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch