નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના વિનિયમ, 2026 ને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટમાં આ નિયમોને સામાન્ય વર્ગો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ ગણાવીને પડકારવામાં આવ્યાં હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દીધી છે. હવે નવા આદેશ સુધી વર્ષ 2012ના નિયમો જ અમલમાં રહેશે.
સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે અને આગામી આદેશ સુધી નવા નિયમોના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. આ મામલે હવે પછીની સુનાવણી 19 માર્ચના રોજ થશે.
Supreme Court stays the University Grants Commission (Promotion of Equity in Higher Education Institutions) Regulations, notified on January 23, 2026 which was challenged by various petitioners as being arbitrary, exclusionary, discriminatory and in violation of the Constitution… pic.twitter.com/KUuXgEMntL
— ANI (@ANI) January 29, 2026
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીની બેન્ચે આ રિટ અરજીઓની સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણે જાતિવિહીન સમાજ તરફ આગળ વધવું જોઈએ કે આપણે પાછળ જઈ રહ્યા છીએ ? જસ્ટિસ સૂર્યકાંતે વધુમાં ઉમેર્યું કે, શું આપણે ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ ? જેમને ખરેખર સુરક્ષાની જરૂર છે, તેમના માટે વ્યવસ્થા હોવી જોઈએ. કોર્ટે કેન્દ્ર અને યુજીસી પાસે જવાબ માંગ્યો છે અને એક વિશેષ કમિટી બનાવવાની શક્યતા પણ દર્શાવી છે. સાથોસાથ નવા નિયમોની ભાષા સ્પષ્ટ કરવા માટે નિષ્ણાતોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, યુજીસી રેગ્યુલેશન, 2026 ને 23 જાન્યુઆરી, 2026 ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો. અનેક અરજદારોએ આ નિયમોને મનસ્વી, ભેદભાવપૂર્ણ અને બંધારણની સાથે-સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956નું ઉલ્લંઘન ગણાવી પડકાર્યા હતા.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30