Wed,15 July 2026,12:26 am
Print
header

પોરબંદરના ધરમપુર નજીક નેવીનું UAV ક્રેશ: મોટી જાનહાનિ ટળી, તપાસ શરૂ

  • Published By
  • 2026-07-08 17:55:33
  • /

પોરબંદર: જિલ્લાના ધરમપુર ગામ પાસે ભારતીય નૌસેનાનું એક અનાર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) એટલે કે માનવરહિત ડ્રોન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ધરમપુર નજીક આવેલા નેસ વિસ્તારમાં આ પ્લેન તૂટી પડતાં સ્થાનિક લોકોમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઇ નથી.

ઘટનાની ગંભીરતાને જોતાં જ ભારતીય નૌસેનાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સેના અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને કાટમાળ હટાવવાની સાથે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક વિગત મુજબ, ક્રેશ થયેલું ડ્રોન સંપૂર્ણપણે હથિયાર વગરનું  હતું, જે સામાન્ય રીતે દેખરેખ અને સર્વેલન્સના કામમાં વપરાય છે. આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીના કારણે થયો છે, ખરાબ હવામાનને લીધે કે પછી અન્ય કોઈ ટેકનિકલ કારણ જવાબદાર છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

નૌસેનાના અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિગતવાર તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું સાચું અને ચોક્કસ કારણ જાણી શકાશે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch