નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગિરિડીહમાં તૈનાત સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપરિન્ટેન્ડેન્ટ અને એક ઇન્સ્પેક્ટરની લાંચના એક મોટા કેસમાં ધરપકડ કરી છે. બંને અધિકારીઓએ એક ઉદ્યોગપતિ પાસેથી લાંચ લીધી હતી. CBI અધિકારીઓના જણાવ્યાં અનુસાર, એજન્સીએ 20 મેના રોજ મળેલી ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે CGST સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટરે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મિસમેચ સમસ્યાને ઉકેલવા બદલ ફરિયાદી પાસેથી 90,000 રૂપિયાની લાંચ માંગી હતી.
50,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયા
અધિકારીઓએ ઉદ્યોગપતિને ધમકી આપી હતી કે જો લાંચ નહીં આપે તો તેનો GST નંબર બ્લોક કરી દેશે. ઉદ્યોગપતિની ફરિયાદ બાદ, CBIએ છટકું ગોઠવીને 50,000 રૂપિયાનો પહેલો હપ્તો સ્વીકારતી વખતે બંને અધિકારીઓને રંગે હાથે પકડી લીધા હતા. ધરપકડ બાદ, સીબીઆઈએ આરોપીઓની ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર પણ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીઓને ધનબાદની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39